આર્મ એકટના ગુનામા નાસતા ફરતા ગેઝેટેડ આરોપીને વારાહી પોલીસે પકડ્યો…

પાટણ તા. ૧
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસર કારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને ના.પો.અધિ. ડી.ડી.ચૌધરી, તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર પી.જે.સોલંકી, રાધનપુર કેમ્પ-સમીના ઓના માર્ગદર્શન મુજબ પાટણ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં-૧૧૨૧૭૦૧૯૨૩૦૮૪૧/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૪૨૯,૧૧૪ તથા આર્મ એકટ કલમ-૨૫ (૧-બી) એ, તથા એક્ષપ્લોઝીવ એકટ કલમ-૯ (બી ) (૧) (બી) તથા પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવ વા માટેના કાયદા ૧૯૬૦ ની કલમ-૧૧(એલ) મુજબના કામે નાસતા ફરતા ગેઝેટેડ આરોપી શેર અલી ઉર્ફે શેરૂ ઇબ્રાહિમભાઇ જાતે-સિંધી (ડફેર) રહે- દેલવાડા તા- ખેરાલુ જી- મહેસાણા વાળા ની હકીકત મેળવી વારાહી હાઇવે રોડ વાઘપુરા ગામ તરફ જતા ત્રણ રસ્તા પાસેથી પકડી પાડી સી. આર. પી. સી. કલમ ૪૧ (૧) આઇ, મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ પાટણ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપેલ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.