પાટણ તા. ૮
ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા પરીક્ષા બાદ બાળકો વેકેશન દરમ્યાન ટીવી કે મોબાઈલમાં વ્યસ્ત ન રહે અને વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓ નિખરીને તેમનાં જીવન ઘડતરમાં તેના બીજ રોપાઈ તેવા ઉમદા ઉદેશથી પાંચ દિવસીય વ્યક્તિત્વ વિકાસ શિબિર નો બુધવારે શહેર ની ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ, ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પાચ દિવસીય આયોજિત શિબિરનો પ્રારંભ ઓક્સફર્ડ સ્કૂલના ટ્રસ્ટી શાંતિભાઈ સ્વામી, જગદીશ ભાઈ ખમાર તેમજ પ્રધાનાચાર્ય જોન સરના કરકમલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ની શરૂઆત ભારત વિકાસ પરિષદની પરંપરા મુજબ વંદે માતરમ્ પૂર્ણ ગાન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભા. વિ. પ. શાખાના પ્રમુખ શ્રીમતી પૂર્ણિમાબેન મોદીએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કુમકુમ તિલક અને પુસ્તક આપી અભિવાદન કર્યુ હતું.
આ પ્રસંગે શાખાના સ્થાપક ટ્રસ્ટી ભાનુભાઇ સોની, ટ્રસ્ટી અશ્વિનભાઈ પારેખ,દિનેશભાઈ પટેલ ( પ્રાંત – ખજાનચી) અપેક્ષિત પૂર્વ પ્રમુખ રાજેશ ભાઈ પરીખ, હેમંતભાઈ કાટવાલા, જયંતિભાઈ પટેલ, દિલીપ ભાઈ પટેલ, શાખાના ઉપપ્રમુખ કેયુરભાઈ જાની, જીતેન્દ્રભાઈ ઓતિયા, કમલેશ સ્વામી, યુવા પ્રવૃત્તિના સંયોજક અંબરનાથ મોદી તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ શિબિરમાં યોગ, એરોબિક્સ, બાળ રમતો, સ્વિમિંગ, ચિત્રકલા, ડાન્સ મ્યુઝિક, માટીકામ , નાટક, પર્યાવરણ ને લગતા વિષયો તેના ઉત્કૃષ્ટ તજજ્ઞો શ્રીમતી શ્રુચી બેન નાયક (યોગ,એરોબિક્સ, ડાન્સ), કુ. શ્રુતિ સોની ( ચિત્ર કલા ) શાંતિભાઈ પટેલ (બાળ રમત,પર્યાવરણ), જીતેન્દ્રભાઈ ઓતિયા, ( માટીકામ ) કમલેશ સ્વામી (કંઠ્ય – સ્વરવાદ્ય સંગીત), વિપુલ ભાઈ (સ્વિમિંગ) જેવા તજજ્ઞો દ્વારા શીખવવામાં આવશે.શિબિર ના પ્રારંભ નું સંચાલન જે. વી. પટેલે કર્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી