વાગડોદ પોલીસને જાણ થતાં ધટના સ્થળે દોડી આવી લાશોના પંચનામા કરી પીએમ માટે મોકલી આગળ ની કાયૅવાહી હાથ ધરી..
પાટણ તા. ૧૯
પાટણના સરસ્વતી તાલુકાના વાગડોદ ગામ નજીક શનિવારની મોડી રાત્રી બે બાઈકો વચ્ચે સજૉયેલ અકસ્માતમાં બન્ને બાઈક ચાલકો ના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.આ અકસ્માત ની મળતી માહિતી મુજબ પાટણ – ડીસા હાઈવે ઉપર વાગડોદ ગામ નજીક શનિવારની મોડી રાત્રે બનાસ કાંઠા ના ડીસા તાલુકાના ઝાબડીયા ગામના 24 વર્ષિય યુવક ઠાકોર કિરણસિંગ ભેમસિંગ અને સરસ્વતિ તાલુકાના ખોડાણાં ગામના ચેતનજી ચમનજી ઠાકોર બંને યુવકો બાઇક લઇ પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન અગમ્ય કારણોસર બન્ને બાઈક સવારો ધડાકાભેર સામ – સામે અથડાતાં બાઇક ચાલક બંને યુવકો સહિત ખોડાણાં વાળાં યુવકના બાઈક પાછળ બેઠેલ મહિલા રસ્તા ઉપર પટકાયા હતા. આ અકસ્માત માં બાઈક ચાલક બંને યુવકોને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જયારે મહિલાને ગંભીર ઈજા પહોંચતાં સ્થાનિક લોકોની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
આ અકસ્માત ની ઘટનાના પગલે લોકોના ટોળા રસ્તા ઉપર એકત્ર થઈ જતા અને ઘટનાની જાણ વાગડોદ પોલીસને થતાં તેઓએ પણ ધટના સ્થળે દોડી આવી બંને મૃતક યુવકોની લાશના પંચનામા કરી લાશોને પીએમ માટે નજીકના વાગડોદ અને જંગરાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ.
અહેવાલ યશપાલ શ્યામી