છેલ્લા દસ દિવસમાં 20 નાની બાળાઓ અને 50 વિધાર્થીઓને કોચ દ્વારા તરતા શિખવાડવામાં આવ્યું…
પાટણ તા. ૨૦
સમગ્ર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે પાટણ માં 42-43 ડિગ્રી ગરમી જોવા મળી રહી છે. આવી બળબળતી ગરમીમાં પાટણ ખાતેના જિલ્લા રમત-ગમત સંકુલ ખાતે નો સ્વિમિંગ પૂલ તરવૈયાઓ માટે આશીર્વાદ રૂપ બની રહ્યો છે.
સ્વિમિંગ પુલમાં યુવા વર્ગ તથા મહિલાઓ અને ખાસ કરીને વેકેશન સમય માં બાળકો વિદ્યાર્થીઓ સ્વિમિંગ પૂલનો આનંદ માણી ગરમીથી રાહત અનુભવતા અને આનંદ કરતા જોવા મળી રહ્યા છે.
અતિશય ગરમીના કારણે સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરનારા લોકોનો ખૂબ જ મોટી સંખ્યામાં ધસારો રહેતો હોવાનું સ્વિમિંગ ના સિનિયર કોચ મોહમ્મદ પઠાણ અને વિક્રમભાઈ ભરવાડે જણાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રોજના 700 થી 800 ભાઈઓ-બહેનો અને બાળકો સહિત યુવા વર્ગ ના સભ્યો આ સ્વિમિંગ પૂલમાં આવીને ગરમી થી રાહત મેળવી સ્વિમિંગ પુલમાં નહાવાનો આનંદ માણી રહ્યાં છે.
છેલ્લા 10 દિવસની અંદર 20 નાની બાળાઓ તથા પચાસેક વિદ્યાર્થી બાળકો ને સ્વિમિંગમાં તરતા શિખ વાડી તરવૈયા તરીકે તૈયાર કરવામાં આવ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી