google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ મા શિખ સમુદાય દ્ધારા શ્રી અરજન દેવજી મહારાજના શહિદ દિન નિમિત્તે સેવા કેમ્પ કરાયો.

Date:

પાટણ તા. ૧૦
શિખ ધર્મના પાંચમા ગુરુ અને મોગલોના અત્યાચાર માંથી હિન્દુ ધર્મને બચાવા આજથી ૪૦૦ વષૅ પહેલા સળગતા ચુલા પર તવો મુકી તેની પર બેસી પોતાનું બલિદાન આપનાર શ્રી ગુરૂ અરજન દેવજી મહારાજ ના શહિદ દિન નિમિત્તે તેઓની યાદમાં સોમવાર ના રોજ પાટણ અને બનાસકાંઠામાં રહેતા શીખ સમાજ ના પરિવારજનો અને સમાજના વિવિધ સંગઠનો દ્વારા શહેરના પાટણ-ચાણસ્મા હાઇવે માર્ગ પર થી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો તેમજ અન્ય જરૂરિયાત મંદોને ગરમા ગરમ વધારેલ ચણા અને ઠંડા સરબત નું વિતરણ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શિખ સમાજ દ્વારા શ્રી ગુરુ અરજન દેવજી મહારાજના શહિદ દિવસ નિમિત્તે આયોજિત કરવા માં આવેલ સેવા કેમ્પ નો મોટી સંખ્યામાં લોકો એ લાભ લઈ શ્રીગુરુ અરજન દેવજી મહારાજની શહીદી ને નમન કરી શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં પાલીકા દ્રારા ડબ્બે કરાતા રખડતા ગાયો તથા નંદી ઓને પાંજરાપોળ સ્વીકારે તે માટે રજુઆત કરાઇ.

પાટણ શહેરમાં પાલીકા દ્રારા ડબ્બે કરાતા રખડતા ગાયો તથા નંદી ઓને પાંજરાપોળ સ્વીકારે તે માટે રજુઆત કરાઇ. ~ #369News

પાટણના આનંદ સરોવર માગૅ પર સીએનજી કાર આગમાં લપેટાતા ભાગ દોડ મચી..

પાલિકા ના ફાયર વિભાગે ધટના સ્થળે દોડી આવી આગને...