fbpx

પાટણ નવજીવન ચોકડી પાસે એસટી બસની ટકકરે બાઈક ચાલકનું ધટના સ્થળે જ મોત નીપજ્યું..

Date:

પાટણ તા. ૧૩
પાટણ શહેરના સિધ્ધપુર ચાર રસ્તા માર્ગ પર ના નવીન બસસ્ટેન્ડ નજીક બુધવારે સવારે 7:45 વાગ્યાના સુમારે એસટી બસના ચાલકે માગૅ પરથી પસાર થતાં બાઈક ચાલક ને ટકકર મારતા બાઈક ચાલકનું એસટી બસના ટાયર નીચે ચગદાઇ જવાથી ધટના સ્થળે જ મોત નિપજ્યું હોવાની ધટના સજૉવા પામી હતી.

તો. બનાવને પગલે 108 અને પોલીસ ને જાણ કરતા તેઓએ ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી તેને પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.નવજીવન ચોકડી પાસે સજૉયેલ અકસ્માતના પગલે લોકો ના ટોળેટોળા ધટના સ્થળે ઉમટયા હતા.

આ અકસ્માત ની મળતી હકીકત મુજબ બુધવારે સવારે 7-45 કલાકના સુમારે પાટણ-અનવરપુરા- હારીજ એસટી બસ નવજીવન ચોકડી તરફથી નવા બસસ્ટેન્ડ તરફ જઈ રહી હતી ત્યારે માગૅ પર થી બાઈક લઈને પસાર થઇ રહેલા ચાલકને એસટી બસની ટકકર લાગતા બાઈક ચાલક રોડ પર પટકાતાં એસટી બસના ટાયર તેની ઉપર ફરી વળતા બાઈક ચાલકનું ધટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

અકસ્માત ના બનાવના પગલે લોકો ના ટોળા એકત્ર થતાં પોલીસે ધટના સ્થળે આવી લાશનું પંચનામું કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી છે. મૃતક બાઈક ચાલક શહેર ની ગુરૂકુળ સ્કૂલ મા ફરજ બજાવતો હોવાનું અને સંખારી ગામનો રહીશ જગદીશભાઈ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આ અકસ્માત ના બનાવને લઈ પોલીસે કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના યુજી અને પીજી માં એડમિશન પ્રક્રિયા શરૂ કરાઈ..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના યુજી અને પીજી માં એડમિશન પ્રક્રિયા શરૂ કરાઈ.. ~ #369News

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગરીબો માટે વરદાનરૂપ બનતી PMGKY યોજના..

પાટણમાં PMGKY યોજના અંતર્ગત પ્રતિ માસ 10 લાખથી વધુ...

પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્રારા સંવિધાન દિવસની ઉજવણી કરાઈ.

કાર્યક્રમ મા મોરચાના આગેવાનો સહિત ભાજપ ના આગેવાનો,કાર્યકરો મોટી...