fbpx

પાટણ માર્કેટયાર્ડમાં અજમા ની આવક અને તેની હરાજી નો વિડિઓ અપલોડ કરી નવતર પ્રયોગ કરાયો..

Date:

પાટણ તા. 2
પાટણ માર્કેટયાર્ડના ચેરમેન પદે નિયુક્ત થયેલા સ્નેહલભાઈ પટેલ દ્વારા પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશો ની આવકો વધે અને વેપારી તેમજ ખેડૂતો પણ આર્થિક રીતે સમૃદ્ધ બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે પાટણ માર્કેટયાર્ડમાં અજમાના પાકની આવક વધે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે તેઓ દ્રારા નવતર પ્રયોગ સ્વરૂપે ગત તારીખ 1 ઓગસ્ટના રોજ ની પાટણ માર્કેટ યાર્ડમાં થયેલી અજમા ની આવક સાથે ની હરાજી નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો.

જે વિડિઓ ને આશરે 4,50,000 લોકોએ નિહાળી 8460 લોકોએ તેને લાઈક આપી આશરે 1200 લોકોએ આ વીડિયોને શેર કરતાં અને તા.1 ઓગસ્ટ ના રોજ અજમાના ઉંચા ભાવ રૂ.2655 હતા

તે આ વિડિઓ અપલોડ કરવાના કારણે તા. 2 ઓગસ્ટના રોજ પાટણ માર્કેટ યાર્ડમાં અજમાની આવક વધવાની સાથે હરાજી દરમ્યાન ઉચા ભાવ રૂ. 2705 બોલાતા અજમાના ભાવમાં રૂ. 50 જેટલો ભાવમાં વધારો જોવા મળેલ હોય જેને લીધે ખેડૂતો અને વેપારીઓએ માર્કેટયાર્ડ ના ચેરમેન દ્રારા હાથ ધરવામાં આવેલા નવતર પ્રયોગ ને સફળ લેખાવી પાટણ માર્કેટ યાર્ડના ચેરમેનની ખેડૂતો અને વેપારીઓને આર્થિક સમૃદ્ધિ તરફ લઈ જવાની ભાવનાને સરાહી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પરમ પિતાશિવ પરમાત્મા ના કરાતા કાર્યો સરાહનીય છે :બલવંતસિંહ રાજપુત.

પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના નિર્માણમાં પરમ પિતા પરમાત્માની બુંદ બુંદ...

તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે પાટણ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ..

તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે પાટણ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ.. ~ #369News

હારીજ હાઇવે માર્ગ પર અજાણ્યા વાહન ની ટકકરે દુનાવાડા ના શખ્સ નું મોત નિપજ્યું..

હારીજ હાઇવે માર્ગ પર અજાણ્યા વાહન ની ટકકરે દુનાવાડા ના શખ્સ નું મોત નિપજ્યું.. ~ #369News