fbpx

કેન્દ્રિય બજેટમાં ગુજરાતને અનેક મોટા પ્રોજેકટ આપ્યા છે : ભાજપ પ્રવકતા..

Date:

પાટણ તા. ૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનું અગિયારમું કેન્દ્રીય બજેટ અને નાણામંત્રી નિર્મલા સીતારમનનું સતત સાતમુ બજેટ મંજૂર કરાયું જેમાં વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત અનેસુરક્ષિત ભારતની કલ્પનાને સાકાર કરવા તેમજ સમાજના છેવાડાના વર્ગ સુધી દેશના વિકાસના લાભ પહોંચે તે રીતે સર્વ ક્ષેત્રોને બજેટ અપાયું હોવાનું ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા હિતેન્દ્ર પટેલે શનિવારે પાટણ ખાતે આયોજિત પ્રેસ મીડિયા સાથેની બેઠકમાં જણાવ્યું હતું.

પાટણમાં સિધ્ધરાજ કો. ઓપરેટિવ બેન્ક ખાતે પ્રદેશ પ્રવક્તા હિતેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ અંતર્ગત પ્રેસ વાર્તા તેમજ પ્રબુદ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ પ્રદેશ પ્રવક્તાએ કેન્દ્રીય બજેટને આવકારી તેમાં વિવિધ ક્ષેત્ર માટે કરાયેલ નાણાકીય ફાળવણી અંગે આંકડાકીય માહિતી રજૂ કરી હતી.અને કેન્દ્ર સરકાર ના આ બજેટએ વિકાસની દિશા બદલવાનું કામ કર્યું હોવાનું તેમજ સૌની કલ્પનાને સાકાર કરતું આ બજેટ ભારત વર્ષના ઇતિહાસનું સૌથી મોટું બજેટ હોવાનું જણાવ્યું હતું.

તેમણે ગુજરાત માટે પણ દસ વર્ષમાં કેન્દ્રીય બજેટમાં મોટી રકમની ફાળવણી કરવામાં આવી હોવાનું તેમજ તેના થકી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગ્રીન સિટી, ગિફ્ટ સિટી, રક્ષા શક્તિ, કમાન્ડો, ચિલ્ડ્રન યુનિવર્સિટી, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી,આંતરરાષ્ટ્રીય આયુર્વેદ યુનિવર્સિટી એઈમ્સ જેવા અનેક મોટા પ્રોજેક્ટ ગુજરાતને મળ્યા હોવાનું જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે આ સરકારે જે કહ્યું છે તે કરવાની વાતને સાર્થક કરી છે અને સવાયું કરવાનો અભિગમ અપનાવ્યો છે.

૨૦૪૭ ના આઝાદીના શતાબ્દી વર્ષે વિકસિત ભારતની કલ્પના ને સાકાર કરતુ બજેટ રજૂ કરાયું હોવાનું જણાવીને તેમણે માનવ વિકાસ સૂચકઆંક ની બાબતમાં પણ અનેક પગલાં ભરીને ૨૫ કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવી શકાયા હોવાનું જણાવ્યું હતું.તેમણે ૨૦૨૪-૨૫ ના ૧૧ માં કેન્દ્રીય બજેટને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સાર્થક કરતું બજેટ લેખાવ્યું હતું.

સમાજના ચાર મહત્વના અંગ ગણાય તે ક્ષેત્રોમાં ગરીબ, યુવા, મહિલા અને અન્નદાતા એ મજબૂત બની રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે તે રીતે આ બજેટમાં જોગવાઈ કરાઈ હોવાનું જણાવીને કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો અભ્યાસ કર્યા વગર બજેટ વિશે ભ્રામક વાતો ફેલાવતા હોવાનું જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે સરકારે અનેક બેનામી અને ભૂતિયા પ્રવૃત્તિઓ બંધ કરાવીને તેમજ કૌભાંડો રોકીને કરોડોની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી છે.તેમણે સર્વપક્ષી બજેટ વિકસિત ભારત આત્મ નિર્ભર ભારત ની કલ્પનાને સાકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય બજેટના ઉપલક્ષ્યમા આયોજિત પ્રબુદ્ધ નાગરીક સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ પ્રવક્તા હિતેશ પટેલ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, પૂવૅ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, મોહનભાઈ પટેલ, ભાવેશ પટેલ, રમેશ સિંધવ તેમજ પાટણ શહેરના વિવિધ ક્ષેત્રના પ્રબુદ્ધ નાગરિકો, આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર ની ખારીયા નદીના પુલ ઉપર એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માત માં 4 મોત 6 થી વધુ ધાયલ….

મૃતકોની લાશના પંચનામાં કરી પીએમ માટે રાધનપુર હોસ્પિટલમાં માં...

અજીમણા પ્રાથમિક શાળા ખાતે બાળકોની સુષુપ્ત શક્તિઓને નિખારવા બાળમેળાનું આયોજન કરાયું..

પાટણ તા. ૪પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અજીમાણા પ્રાથમિક શાળા...