પાટણ જિલ્લામાં ITI ખાતે પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવી અપીલ..

પાટણ તા. ૨૨
નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર હેઠળ કાર્યરત સરકારી આઈ.ટી.આઈ પાટણ, ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર(મહિલા), રાધનપુર, સાંતલપુર, બાલીસણા, સિધ્ધપુર, વાગડોદ ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્ન ના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે તા.01/04/2024 થી પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ છે.

પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પર તા. 13/ 06/ 2024 સુધીમાં ઓનલાઈન ફોર્મ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી ભરવાના રહેશે તેવું જિલ્લાની નોડલ આઈ.ટી.આઈ. પાટણના આચાર્ય એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.