fbpx

તપોવન સ્કૂલ ખાતે સ્વયં શિક્ષક દિન નિમિત્તે શાળાના વિદ્યાર્થી ભાઈ – બહેનોએ શાળાનું કાર્ય સંભાળ્યું..

Date:

પાટણ તા. 6
પાટણ શહેરના રાજમહેલ રોડ પર આવેલી તપોવન સ્કૂલ ખાતે 5 સપ્ટેમ્બર ના રોજ સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

સ્વયં શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ આચાર્ય થી લઈને શિક્ષક, સેવક ની જવાબદારી બખૂબી નિભાવી સ્વયં શિક્ષક દિનની ઉજવણીને યાદગાર બનાવી હતી.

તપોવન સ્કૂલ ખાતે આયોજિત કરાયેલા સ્વયં શિક્ષક દિન ની ઉજવણી ના આ કાર્યક્રમમાં શાળાનું તમામ કાર્ય કરનારા વિદ્યાર્થી ભાઈ-બહેનોને શાળા સંચાલક હાર્દિકભાઈ રાવલ સહિત સમગ્ર સ્ટાફ પરિવારે શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related