પાટણ તા. ૧૯
છેલ્લા ૯ મહીનાથી ચાણસ્મા કોર્ટના સજા વોરંટ મા નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે એસ ઓ જી ટીમે ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ નાઓએ નાસતા ફરતા તથા જેલ ફરારી તેમજ નામદાર કોર્ટ દ્વારા સજા પામેલ આરોપી,કેદી પકડવા સારૂ આયોજન કરેલ હોઇ જે અનુસંધા ને આર.જી.ઉનાગર પો.ઇન્સ., એસ. ઓ. જી. શાખા, પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન બનાવી એસ. ઓ. જી. શાખા પાટણની ટીમ ચાણસ્મા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહેબાતમી મળેલ કે, મે. જયુ. મેજી.ફ.ક.સા. ચાણસ્મા કોર્ટ, ચાણસ્માના ક્રીમીનલ કેસ નં.૪૮૪/ ૨૦૨૨ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબના નાસતા-ફરતાં આરોપી આનંદજી દિવાનજી ઠાકોર રહે. હાંસાપુર, ઠાકોરવાસ તા. જી. પાટણવાળો ઇસમ બસ સ્ટેશન ખાતે ઉભેલ છે. જેની તપાસ કરતાં આરોપી મળી આવતાં પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારૂ ચાણસ્મા પો.સ્ટે સુપ્રત કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી