fbpx

સમસ્ત પાંચ પરગણા ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ દ્વારા 12 મો સમૂહ લગ્નોત્સવ યોજાયો..

Date:

સમૂહ લગ્નોત્સવમાં 27 નવ દંપતિઓએ સમાજની સાક્ષીએ સમાજના રિત રિવાજ મુજબ પ્રભુતામાં પગલાં માંડયા..

સંતો,મહંતો અને સમાજના આગેવાનો સહિત રાજકીય,સામાજિક મહાનુભાવો એ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા..

પાટણ તા. 26
સમસ્ત પાંચ પરગણા ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ સમૂહલગ્નોત્સવ સમિતિ અને શ્રી આનંદ પ્રકાશ ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ પાટણ દ્વારા તા. 26 મી જાન્યુઆરીના શુભ દિવસે 12 માં સમૂહલગ્નોત્સવ નું આયોજન શ્રી આનંદ પ્રકાશ બ્રાહ્મણ બોર્ડિંગ પાટણ ખાતે કરવામાં આવ્યું હતું.આ સમુહલગ્ન મા કુલ 27 નવ દંપતિઓએ સમાજની સાક્ષીએ સમાજના રીત રિવાજ મુજબ સપ્તપદીના ફેરા ફરી નવજીવનના બંધને બંધાયા હતા.લગ્ન જીવનના બંધને બંધાયેલા નવ દંપતિઓને પરમ પૂજ્ય પ્રાંત સ્મરણીય ગુરુવર્ય બ્રહ્મચારી શ્રી આનંદ પ્રકાશ બાપુ,પ.પૂ. બ્રહ્મચારી શ્રી શ્યામ સ્વરૂપ બાપુ ગંગેશ્વર મહાદેવ ઉજજનવાડા અને શ્રી.શ્રી.1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી કલ્યાણગીરીજી મહારાજ ના રૂડા આશીર્વાદ મેળવ્યા હતા.સમાજ દ્રારા આયોજિત 12 મા સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા નવદંપતીઓને સમાજના દાતા પરિવારો દ્રારા 72 જેટલી ભેટ સોગાદો અપૅણ કરવામાં આવી હતી.આ શુભ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, ગાંધીનગર પ્રભારી મોહનભાઈ પટેલ, પાટણ જગદીશ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, કોર્પોરેટર મનોજ પટેલ,શૈલેષ પટેલ,હરગોવિંદભાઈ શિરવાડિયા, અશોકભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી પ્રસંગને દિપાવ્યો હતો.


પાટણ ખાતે આયોજિત 12 મા સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા સમસ્ત પાંચ પરગણા ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ મનસુખભાઈ મૂળચંદભાઈ જોશી (ધારુસણ),મહામંત્રી ભરતભાઈ લક્ષ્મણભાઈ જોશી (વકીલ) દેલવાડા સહિત કારોબારી સભ્યો અને શ્રી આનંદ પ્રકાશ ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ પાટણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.આ સમૂહલગ્નમાં ભોજન દાતા તરીકે ભરતભાઈ ગોપાળભાઈ જોષી પરિવારે લ્હાવો લીધો હતો જેને સમાજ ના અગ્રણી હરગોવિંદભાઈ શિરવાડિયા સહિતનાઓએ સરાહનીય લેખાવ્યો હતો

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પદ્મનાભ પ્રિમિયર લીગ ક્રિકેટ ટુનૉમેન્ટ નો પ્રારંભ કરાયો…

પ્રજાપતિ સમાજ ના 108 ક્રિકેટ ખેલાડીઓની કુલ 9 ટીમો...

પાટણ સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી વોટ્સેપ મા સુસાઈડ નોટ લખી ગુમ થતાં ચકચાર મચી….

પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીને હેમ ખેમ...

નરેન્દ્ર મોદી વિચાર મંચ પાટણ જિલ્લાની બહેનોને નિમણૂંક પત્રો એનાયત કરાયા..

આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારોને મતદાન કરવા માટેની જાગૃતિ ફેલાવવા...