fbpx

પાટણ સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટ પાછળ અજાણ્યા યુવકની તરતી લાશ મળી આવી..

Date:

અજાણ્યા યુવકની હત્યા કે આત્મહત્યા મામલે પોલીસે ચક્રો ગતિમાન કયૉ..

પાટણ તા. 8 પાટણ શહેરના સુસાઇડ પોઇન્ટ તરીકે પંકાયેલા સિદ્ધિ સરોવરમાં અવારનવાર જીવનથી નાસીપાસ થયેલા લોકો મોતની છલાંગ લગાવી રહ્યા છે ત્યારે રવિવારના રોજ પણ કોઈ અજાણ્યા યુવાનની સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટ પાછળના ભાગેથી તરતી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તો બનાવવાની જાણ પાટણ નગરપાલિકાના કોર્પોરેટર અને પૂર્વ પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ ને થતા તેઓએ આ બાબતની જાણ પાલિકાના ફાયર ફાઈટરને તેમજ પોલીસ તંત્રને કરતા તેઓએ ધટના સ્થળે દોડી આવી લાશને બહાર કાઢી તેની ઓળખ વિધી સાથે પંચનામું કરી લાશને પીએમ અર્થે મોકલી આપી પોલીસે અજાણ્યા મૃતક યુવાન ની હત્યા કે આત્મહત્યા મામલે તેમજ તેના વાલી વારસોની તપાસના છક્રો ગતિમાન બનાવ્યા છે

તો પાટણના સિદ્ધિ સરોવરમાંથી રવિવારે મળેલી અજાણ્યા યુવકની લાશ મામલે ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી. પાટણ નગરપાલિકા સંચાલિત સિદ્ધિ સરોવરમાં અવારનવાર લોકો મોતની છલાંગ લગાવતા હોય અને આ સરોવરનું પાણી પાટણના નગરજનોને પીવામાં ઉપયોગમાં અપાતું હોય ત્યારે પાલિકાના સત્તાધિશોએ સિદ્ધિ સરોવરમાં બનતા આવા અકસ્માતના બનાવોને અટકાવવા નક્કર કામગીરી હાથ ધરી સરોવરની ફરતે સંરક્ષણ દિવાલ અને સિક્યુરિટીની રાત દિવસની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી માંગ પાટણના નગરજનોમાં ઊઠવા પામી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

અનાવાડા હરિઓમ ગૌશાળા અને હોસ્પિટલના લાભાર્થે “એક શામ ગૌ માતા કે નામ ભવ્ય લોક ડાયરો યોજાયો..

બ્રીજરાજદાન ગઢવી, કિંજલ દવે અને ગીતા રબારી સહિતના કલાકારો...