fbpx

તપોવન શાળાના ધો.૬ થી ધો. ૮ ના વિદ્યાર્થીઓએ ૧૦૮ એમ્બ્યુલન્સની જાણકારી પ્રાપ્ત કરી..

Date:

પાટણ તા. ૨
પાટણ રાજમહેલ રોડ પર આવેલ તપોવન સ્કૂલ ના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્રારા કરાતી આરોગ્યની સેવાઓ સાથે ૧૦૮ ની આરોગ્યલક્ષી કામગીરી નું નિદશૅન નો કાર્યક્રમ શુક્રવારે ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ ડેમો સ્ટ્રેશન કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકો ને ૧૦૮ એમ્બ્યુલન્સ ની અંદરની ઇમરજન્સી કઈ કઈ સુવિધા ઉપલબ્ધ હોય છે તેના વિશે તેમજ અકસ્માત ના સમયે કોઈને વાગ્યું હોય, ફેક્ચર થયુ હોય, એટેક આવ્યો અથવા કોઈ પણા પ્રકારની આરોગ્ય લક્ષી સારવાર દરમિયાન કેવી રીતે દર્દીને સારવાર આપી શકાય છે તેની ખુબજ સુંદર માહિતી ૧૦૮ ટીમ દ્વારા આપવામાં આવી હતી.

શાળાના બાળકોએ પણ ઉત્સાહ સાથે ૧૦૮ એમ્બ્યુલન્સ ની આરોગ્ય સેવા સાથે એમ્બ્યુલન્સ મા ઉપલબ્ધ સાધનો થી માહિતગાર બન્યાં હતાં.
૧૦૮ એમ્બ્યુલન્સ ની જાણકારી માટે તપોવન સ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના સંચાલક હાર્દિકભાઈ રાવલ સહિત સમગ્ર સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા સ્વાગતનું આયોજન..

પાટણ તા. 27 પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે...