fbpx

પાલિકાની નહિ પરંતુ પબ્લિક ની નિષ્ક્રિયતા ને લઈને ભૂગર્ભ ગટરો ચોક અપ બનવાની સર્જાતી સમસ્યા..

Date:

શહેરના અઘારા દરવાજા ઉંચીશેરી અને મોટીસરા વિસ્તારમાં ચોક્અપ બનેલી ભૂગર્ભ ગટર માથી વાસણો સહિત વેસ્ટ કચરો નિકળ્યો..

પાટણ તા. 24
પાટણના નગરજનોની નિષ્ક્રિયતાને લઈને પાટણ નગરપાલિકાની ભૂગર્ભ ગટર ચોક બનતી હોવાની પૃષ્ટિ બુધવારના રોજ શહેર ના અઘારા દરવાજા ઉંચી શેરી અને મોટી સરા વિસ્તારમાં ચોક્અપ બનેલી ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી દરમિયાન ભૂગર્ભ ગટરમાંથી નીકળેલા બિનજરૂરી કચરાના ઢગની સાથે ઘરવપરાશના વાસણો ઉપરથી ફળીભૂત થઈ રહ્યું છે. પાટણ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા શહેરની ખુલ્લી ગટરો બંધ કરી કાર્યરત કરાયેલ ભૂગર્ભ ગટરની યોજના નગરજનો ની નિષ્ક્રિયતાને લઈને અવારનવાર ચોક અપ બનતી હોવાની ઘટના ને લીધે પાલીકા ની છબી ખરડાઈ રહી છે.

પાટણ શહેરમાં કેટલાક વિસ્તારના નગરજ નો દ્વારા ભૂગર્ભ ગટરનો ઉપયોગ ઘર વપરાશ ના દૂષિત પાણી માટે કરવાની જગ્યાએ ઘરનો બિનજરૂરી કચરો આ ભૂગર્ભ ગટરમાં નિકાલ કરતા હોવાના કારણે અવાર નવાર ભૂગર્ભ ગટરો ચોક અપ બનવાની સમસ્યા ઉદ્ભવતી હોય છે. અને જેના કારણે શહેરના માર્ગો પર દૂષિત પાણી રેલાતા રોગચાળો ફેલાવવાની ભીતી પણ પ્રબળ બનતી હોય છે. ભૂગર્ભ ગટરો ચોક અપ બનવાની બાબતને લઈ શહેરીજનો પાલિકા ની કામગીરી પ્રત્યે રોષ વ્યક્ત કરતાં હોય છે.

પરંતુ ભૂગર્ભગટરો ચોકઅપ માટે જવાબદાર નગર પાલિકા નહિ પરંતુ પાટણ શહેરની પ્રજા જ હોવાનું અવાર નવાર ભૂગર્ભ ગટરો ની સફાઇ કામગીરી દરમ્યાન ભૂગર્ભ ગટરો માથી નિકળતા બીન જરૂરી કચરાના ઢગ અને ઘરવપરાશ ના વાસણો ઉપરથી ફલીત બન્યું છે ત્યારે પાલિકા ના એન્જિનિયર કિર્તીભાઈ પટેલ અને ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન જયેશભાઈ પટેલ દ્વારા અનેક વખત શહેરીજનોને બિનજરૂરી કચરાનો નિકાલ ભૂગર્ભ ગટર મા ન કરવા અપીલ કરતા હોવા છતાં પણ પાટણના નગરજનો દ્વારા ભૂગર્ભ ગટરમાં બિનજરૂરી કચરાઓનો નિકાલ કરી ભૂગર્ભ ગટરો ચોક્અપ ની સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પ્રિ-મોન્સુન કામગીરી અંતગૅત તંત્ર દ્વારા ચાણસ્માના રૂપેશ્વર રોડ પરના ઝાડી – ઝાંખરા દુર કરાયા…

પાટણ તા. ૧૪પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત પાટણ જિલ્લામાં નદી-નાળા, ઝાડી-ઝાંખરા,...

પવિત્ર શંખેશ્વર ધામમાં હવસ ખોર યુવાને 11 વર્ષની મંદ બુધ્ધી બાળકી સાથે દુષ્કર્મ આચાર્યુ..

શંખેશ્વર પોલીસે નરાધમ ઈસમને ગણતરીના કલાકો માં આબાદ ઝડપી...

પાટણની તપોવન શાળા ખાતે ભક્તિમય માહોલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ..

બાળકોએ કૃષ્ણ અને ગોવાળિયાના વેશ પરિધારણ કર્યા તો બાલિકાઓએ...