fbpx

WTC Final: રોહિત-ગિલ કરશે ઓપનિંગ, કેએસ ભરત હશે વિકેટકીપર, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

Date:

7 જૂનથી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેનિંગ્ટનના ઓવલમાં રમાશે.

7 જૂનથી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેનિંગ્ટનના ઓવલમાં રમાશે. ટીમ ઈન્ડિયા બીજી વખત ટેસ્ટ ચેમ્પિયનશિપની ટાઈટલ મેચ રમશે. જોકે, તેને પ્રથમ વખત ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

રોહિત-ગિલ ઓપનિંગ કરશે

શુભમન ગિલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરશે. ગિલ શાનદાર ફોર્મમાં છે. તાજેતરમાં IPL 2023 માં ગિલે સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતી છે. તે ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં પણ મોટી ઇનિંગ્સ રમી શકે છે.

મિડલ ઓર્ડર અનુભવથી સજ્જ હશે

ચેતેશ્વર પૂજારા ત્રીજા નંબર પર રમતો જોવા મળશે. પૂજારા લાંબા સમયથી ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. આવી સ્થિતિ માં તેને આનો ફાયદો ફાઇનલમાં મળશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે અજિંક્ય રહાણે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. તે ચોથા નંબર પર રમતો જોવા મળશે. સાથે જ કિંગ કોહલી પાંચમા નંબર પર રમશે. આવી સ્થિતિમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા નો મિડલ ઓર્ડર અનુભવથી સજ્જ થવા જઈ રહ્યો છે.

કેએસ ભરત વિકેટકીપર તરીકે રહેશે

ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે ઋષભ પંતની ગેરહાજરીમાં ઈશાન કિશનને વિકેટ કીપિંગ સોંપવી જોઈએ. તેનું કારણ એ છે કે પંતની જેમ કિશન પણ આક્રમક ક્રિકેટ રમવા માં માહેર છે અને ટીમ માટે એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. જોકે, ટીમ કેએસ ભરતને રમાડી શકે છે, કારણ કે તે લાંબા સમયથી ટીમ સાથે છે.

ફાઈનલ મેચમાં આપણે અશ્વિન અને જાડેજાની જોડીને એક્શનમાં જોઈ શકીએ છીએ. તેનું મુખ્ય કારણ એ છે કે જાડેજા બેટિંગ માં સતત રન બનાવી રહ્યો છે અને છઠ્ઠા નંબર પર રમી રહ્યો છે. આ સિવાય અશ્વિન મોટી ઇનિંગ્સ રમવામાં પણ માહેર છે ઝડપી બોલિંગમાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ એક્શનમાં જોવા મળશે.

ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રીસ્થળ સંગ્રહાલય સિદ્ધપુર ખાતે હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવી..

પાટણ તા. 20શ્રીસ્થળ સંગ્રહાલયસિદ્ધપુર પુરાતત્વ અને સંગ્રહાલય ખાતુ રમતગમત...

રાજકોટમાં અંધ શ્રદ્ધા ની પરાકાષ્ઠા પાર: પતિ પત્નીએ પોતાના જ મસ્તક હવન કુંડમાં હોમ્યા

રાજકોટમાં અંધ શ્રદ્ધા ની પરાકાષ્ઠા પાર: પતિ પત્નીએ પોતાના જ મસ્તક હવન કુંડમાં હોમ્યા ~ #369News

IPL 2023 : મુંબઈને હરાવીને ગુજરાત પોઈન્ટ ટેબલ માં પહોંચ્યું બીજા સ્થાને, જાણો તમારી ફેવરિટ ટીમ ક્યા નંબર પર છે

IPL 2023 : મુંબઈને હરાવીને ગુજરાત પોઈન્ટ ટેબલ માં પહોંચ્યું બીજા સ્થાને, જાણો તમારી ફેવરિટ ટીમ ક્યા નંબર પર છે ~ #369News

શું 500 રૂપિયાની નોટ પણ બંધ થઈ જશે? 1000 રૂપિયાની નોટ ફરીથી ચલણમાં આવશે? RBI ગવર્નરે આપી મહત્ત્વપૂર્ણ જાણકારી

શું 500 રૂપિયાની નોટ પણ બંધ થઈ જશે? 1000 રૂપિયાની નોટ ફરીથી ચલણમાં આવશે? RBI ગવર્નરે આપી મહત્ત્વપૂર્ણ જાણકારી ~ #369News