fbpx

પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ નેત્રદાન દિન નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા. 10

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજીયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં તા. 10 જૂન 2023 ના રોજ વિશ્વ નેત્રદાન દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધારે જાહેર જનતાએ ભાગ લીધો હતો.

સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રી જણાવ્યું હતું કે આ દિનનો હેતુ અંધત્વ અને દૃષ્ટિની ક્ષતિ વિશે જાગૃતિ ફેલાવવા અને લોકોને મૃત્યુ પછી તેમની આંખોનું દાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે આયોજિત કરવામાં આવ્યો છે.

ઉપરાંત ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન સહિત ચક્ષુદાન અંગે અનેકવિધ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યાં છે. નિષ્ણાત ગાઈડ દ્વારા મૃત્યુ પછી નેત્રદાન કરવાની પ્રક્રિયા વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સહભાગીઓએ સાયન્સ સેન્ટરની પાંચ જુદી-જુદી ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

મુસ્લિમ સમાજના પેયગંબર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવા પાટણ મુસ્લિમ સમાજની માંગ.

મુસ્લિમ સમાજના પેયગંબર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવા પાટણ મુસ્લિમ સમાજની માંગ. ~ #369News

પાટણના પીઠ પત્રકાર સ્વર્ગસ્થ ચતુરકાકા ના નિધન નિમિત્તે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ શોક સંદેશો પાઠવ્યો..

પાટણના પીઠ પત્રકાર સ્વર્ગસ્થ ચતુરકાકા ના નિધન નિમિત્તે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ શોક સંદેશો પાઠવ્યો.. ~ #369News

પાટણ શહેરમાં ત્રિ દિવસીય ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતી પર્વ ની ઉજવણી કરાશે..

ભગવાન પરશુરામ વિશે ક્વિઝ સ્પર્ધા, આનંદ ના ગરબા,ભજન સંધ્યા...