fbpx

પાટણ જનતા હોસ્પિટલના તબીબે સફળ સજૅરી દ્રારા મહિલા ના પેટ માથીઅંડાશય ની વિશાળ ગાઠ કાઠી મહિલાને દદૅ મુકત બનાવી..

Date:

જનતા હોસ્પિટલ ના તબીબ સહિત સમગ્ર સ્ટાફ પરિવાર અને મેનેજમેન્ટ નો આભાર વ્યકત કરતો પરિવાર..

પાટણ તા. 26 પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લા અને ઉ.ગુ.ના દર્દીઓ માટે આરોગ્યની સેવા માટે આશીર્વાદ સમાન બનેલી પાટણની જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા હોસ્પિટલ ની તબીબી સુવિધા જરૂરિયાતમંદ દર્દીઓ માટે સરાહનીય બની છે ત્યારે જનતા હોસ્પિટલના તબીબી ટીમ દ્વારા તાજેતરમાં ઘણા વર્ષોથી પેટના દુખાવાની તકલીફ ભોગવી રહેલ મહિલાની સફળ સર્જરી કરી અંડાશય ની વિશાળ ગાંઠ કાઢી મહિલાને પેટના દુખાવા માંથી કારમી છુટકારો અપાવતા મહિલા સહિત પરિવારજનોએ જનતા હોસ્પિટલના તબીબ અને સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો. આ બાબતે મળતી માહિતી મુજબ બાજુબેન એચ. ઠાકોર ઉ.વ.65 રહે.

ભાભર, જી. બનાસકાંઠા વાળાને છેલ્લા ધણા સમયથી પેટમાં દુખાવો રહેતા તેઓને દિયોદરની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ કોઈ સચોટ નિદાન ન આવતાં આખરે પરિવારજનો દ્વારા મહિલાને પાટણ જનતા હોસ્પિટલમાં ડો.મિહિર જે.દવે (ગાયનેક)ને ત્યાં લવાતાં તબીબે દર્દીને તપાસતા માલુમ પડેલ કે દર્દીને પેટમાં અંડાશયની અતિશય મોટી ગાંઢ હોવાનું જણાતાં પરિવારની સંમતિથી મહિલા દર્દીનુ ડો.મિહિર જે.દવે (ગાયનેક) અને ડો.રવિ વી.પટેલ (એનેસ્થેટીક્સ) સહિત ના સ્ટાફ ની મદદથી સફળ ઓપરેશન કરી મહિલા ના પેટ માથી વિશાળ કાય અંડાશય ની ગાઠ કાઠી મહિલાને પેટનાં દુખાવા માંથી મુક્ત કરાવી મહિલા સ્વસ્થ બનતા તેને રજા આપવામાં આવતાં દર્દી મહિલા સહિત તેના પરિવારજનોએ પેટની પીડા માંથી મુક્ત કરવા બદલ જનતા હોસ્પિટલ ના ડોક્ટર, સ્ટાફ અને હોસ્પિટલ મેનેજમેન્ટ નો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના પીઠ પત્રકાર સ્વર્ગસ્થ ચતુરકાકા ના નિધન નિમિત્તે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ શોક સંદેશો પાઠવ્યો..

પાટણના પીઠ પત્રકાર સ્વર્ગસ્થ ચતુરકાકા ના નિધન નિમિત્તે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ શોક સંદેશો પાઠવ્યો.. ~ #369News