fbpx

સાંતલપુર પંથકના ખેડૂતોએ પરસુદ ની માઈનોર કેનાલ મારફતે નમૅદા નું પાણી પુરૂ પાડવા ઉગ્ર રજૂઆત કરી..

Date:

સીધાડા,દેગામડા,છાણસો અને પરસુંદ ગામના ખેડૂતો દ્રારા નમૅદા વિભાગના અધિકારીઓને આવેદન પત્ર અપાયું.

પાટણ તા. 12
પાટણ જિલ્લાના સાંતલંપુર તાલુકાના સીધાડા, દેગામડા, છાણસરા અને પરસુદ ગામના ખેડૂતો એ સીંચાઈનુ પાણી પુરુ પાડતી પરસુંદ ડીસ્ટ્રી માઇનોર કેનાલમાં પડતી મુશ્કેલી દુર કરી નર્મદા કેનાલનુ પાણી પુરુ પાડવાની ઉગ્ર રજૂઆત સાથે ગુરૂવારે નમૅદા વિભાગના અધિકારીઓને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.ખેડૂતોએ આપેલ આવેદનપત્ર મા જણાવ્યું હતું કે પરસુદ કેનાલ 21 કી.મી. જેટલી વીશાળ અને લાંબી છે.

તેમાં શરૂઆત માં 8 થી 9 કી.મી. સુધી રવીપાકની સીઝન દરમ્યાન નીયમીત પાણી આવે છે. અને બાકીના 15 કી.મી. સુધી પાણી પહોંચતુ નથી. જયારથી આ કેનાલમાં પાણી છોડવામાં આવેલ છે ત્યારથી છેવાડાના ગામો સુધી આજ દીન સુધી પાણી પહોંચેલ નથી. આ કેનાલ ઉંચી જગ્યા ઉપર પસાર થતી હોવાથી ખુબ જ ઉંડી રહેતી હોઈ ચોમાસામાં આજુ બાજુના ખેતરોના વરસાદી પાણીના નીકાલની કોઈ આગોતર આયોજન ન હોઈ વારંવાર આ ખેતરોના પાણી કેનાલમાં પડતુ હોઈ કેનાલ પરનો રસ્તો ધોવાઈ જાય છે.

અને કેનાલ માટીથી ભરાઈ જાય છે.આ કેનાલમાં આવતા નાળાં કુવા, ખુબ જ નાના હોઈ પાણી ગાળી શકતા નથી.કેનાલ છલકાઈ જવાથી વારંવાર તુટી જવાના પ્રશ્નો બને છે. કમાન્ડ એરીયા મોટો હોઈ તેની કક્ષામાં કેનાલ ખુબ જ નાની હોઈ પાણી પુરતુ મળી શકે તેમ નથી.

જેથી પાટણ કા મુખ્ય કેનાલ માંથી સીધા સીવાડા, દૈગામડા, છાણસરા અને પરસુંદ માટે અલગ કેનાલ છેવાડાના અથવા પાઈપલાઈન થી પાણી આપવામાં આવે તો ગામ સુધી પાણી પહોચી શકે, તો કેનાલની સફાઈ કરવામાં એજન્સીઓને અપાતુ કામ ખુબ જ મોડુ આપવામાં આવે છે તેથી તે કામ સપ્ટેમ્બર મહીનામાં કરવામાં આવે તો મહીનાના અંત સુધીમાં કામ પુરુ કરી શકાય.

જે કામ ઓકટોમ્બર મહીનામાં પણ પુરુ થતુ નથી. અને છેવાડાના ગામ સુધી પાણી પહોંચતુ નથી.જો પાણી વહેલાસર છોડવામાં આવે અને આ ગામોના તળાવોમાં પાણી ભરવામા આવે તો આ ગામોના સમસ્યાનુ સમાધાન થઈ શકે તેમ હોવાનું જણાવી આ મુજબની સમસ્યાઓનુ વારંવાર રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી.

જો આ સમસ્યાનું સમાધાન ન થાય તો ખેડુતોને આ મોઘાં ખાતર અને બીયારણમાં ખેતી ખુબ જ મોધી પડે છે. અને કુંટુંબનુ ભરણ પોષણ કરવુ મુશ્કેલ બની ગયેલ છે. પાણી સમયસર ન આવવાને કારણે રવી પાકોની સમયસર વાવણી થતી ન હોઈ ઉત્પાદન થઈ શકતુ નથી.જો ખેડૂતો ના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે મામલતદાર કચેરી,સાંતલપુર અને વારાહી ખાતે ભૂખ હડતાલ પર બેસવાની ફરજ પડશે તેવું જણાવ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related